પોસ્ટ્સ

એક પિતાની સફર અને પરમ પિતાનો પાઠ

તારીખ: 19-10-2025 દિવાળીના પાવન પર્વે, હું મારી પત્ની, ચાર વર્ષની દીકરી અને એક મહિનાના દીકરા સાથે મોટા ઘરે જવાની તૈયારીમાં હતો. દીકરો હજી ખુબ નાનો હોવાથી સફર ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક કરવાનો પહેલેથી નિર્ણય લેવાયો હતો. સવારે સાડા દસ વાગ્યે અહમદાબાદથી ગોંડલ તરફ રવાના થ્યા — હૃદયમાં ઉત્સાહ પણ હતો અને જવાબદારીનો ભાર પણ. દીકરીના લાડ-કોડ નાના ભાઈના આગમન બાદ થોડા ખસી ગયા હતા, અને એના મનમાં એક અદૃશ્ય ગડમથલ ચાલતી હતી. નાની ઉમરે મળતી અનન્યતા હવે વહેંચાવાની શરૂઆત થઈ હતી. માતા-પિતા તરીકે એ સ્થિતિની મારી અંદરથી સંપૂર્ણ સમજ હતી, પણ એ ઉકેલવી સહેલી નહોતી. સાત કલાકની લાંબી સફરમાં અનેકવાર અમારે રોકાવું પડ્યું — ક્યારે દીકરો સૂતો હોય ત્યારે ખાડો આવતા જાગી જાય, તો ક્યારે દીકરીને ભૂખ કે તરસ લાગે. ક્યારેક એની નિર્દોષ ફરમાઈશો, તો ક્યારે અમારી સહનશીલતાની કસોટી. ધીમે ધીમે સમજાતું ગયું કે બાળકોની માનસિક સ્થિતિ અને અમારી વ્યવહારિક પરિસ્થિતિ વચ્ચે વિસંગતતા ઊભી થઈ રહી હતી. એ જ ક્ષણે વિચાર આવ્યો — જો આ બંનેમાંનો એક બાળક પણ પરિસ્થિતિને સ્વીકારીને સહયોગ આપે, તો આખી સફર કેટલી સરળ બની શકે! સહકારના એક નાનકડા પળે, ...